

મોરબી શહેરમાં ટ્રાફિક ડ્રાઈવ યોજી અવારનવાર નિર્દોષ નાગરિકો પાસેથી દંડ વસુલતી પોલીસ રાજકારણીઓ સામે ઘૂંટણીએ જોવા મળે છે રાજકીય પક્ષો ખુલ્લેઆમ નિયમોનો ઉલાળિયો કરી નાખે તો પણ પોલીસને કોઈ ફર્ક પડતો નથી આવી જ સ્થિતિ ગત રાત્રીના સર્જાઈ હતી મોરબી યાર્ડમાં કોંગ્રેસ પ્રેરિત પેનલની જીત થતા મંજુરી વિના કાર રેલી યોજવામાં આવી હતી જેમાં નિયમોનો ખુલ્લેઆમ ઉલાળિયો કરી કાર્યકરોએ પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો હતો
મોરબી માર્કેટિંગ યાર્ડના ગુરુવારે પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા જેમાં બે દાયકા કરતા વધુ સમયથી ભાજપ શાસિત યાર્ડમાં કોંગ્રેસનો કબજો થયો છે ભાજપનો ગઢ ધરાશાયી થવાના ઉન્માદમાં કોંગ્રેસ નેતાઓ અને કાર્યકરોએ નિયમોને નેવે મૂકી દીધા હતા મંજુરી વિના કાર રેલી યોજવામાં આવી હતી જેમાં કાર પર યુવાનો બેસેલ જોવા મળ્યા હતા તો શહેરના કેટલાક વિસ્તારમાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા કાર પર બેસી નિયમોનો ભંગ કર્યો હતો હવે મંજુરી વગર રેલી કરનાર નેતા અને કાર્યકરો સામે બહાદુર પોલીસ કોઈ કામગીરી કરશે કે નહિ તે જોવાનું રહ્યું