લાલપર નજીક યુવાનના મોત મામલે ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ

 

લાલપર ગામ નજીક પુરપાટ જતા ડમ્પર ચાલકે બપોરના સુમારે યુવાનને અડફેટે લેતા મોત થયું હતું બનાવ મામલે પોલીસે મૃતકના ભાઈની ફરિયાદને આધારે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

 

મૂળ રાજસ્થાનના વતની હાલ મોરબીના ઉંચી માંડલ ગામ નજીક સિરામિકમાં કામ કરતા અકબર મુલ્કી પુરણભાઈ ખાને ડમ્પર જીજે ૩૬ વી ૫૨૯૧ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૦ ના બપોરે બે વાગ્યાના અરસામાં ફરિયાદીનો નાનો ભાઈ સુલતાન મુલ્કી (ઉ.વ.૧૮) વાળો મોરબી વાંકાનેર નેશનલ હાઇવે પર લાલપર ગામ નજીક ચાલીને જતો હતો ત્યારે ડમ્પર ચાલકે હડફેટે લેતા શરીરે નાની મોટી અને ડાબા પડખે ગ્લાથી કમર સુધીના ભાગે અને મોઢાના ભાગે ગંભીર ઈજા કરી મોત નીપજાવ્યું છે મોરબી તાલુકા પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે

 

Leave A Reply

Your email address will not be published.