જીવાપરથી અરણીંટીંબા એપ્રોચ રોડનું ખાતમુહુર્ત

રાજયવ્યાપી શાળા પ્રવેશોત્સવના ત્રીજા ચરણ અન્વયે ટંકારા તાલુકાના જીવાપર, હરબટીયાળી પ્રાથમિક તેમજ માધ્યમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં માર્ગ અને મકાન,ઉચ્ચ શિક્ષણ અને ટેકનોલોજી રાજય મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારઉપસ્થિત રહ્યા હતા.જયારે રૂ.૨.૨૫ કરોડના ખર્ચે થનાર જીવાપરથી અરણીંટીંબા એપ્રોચ રોડનું ખાતમુહુર્ત માર્ગ અને મકાન,ઉચ્ચ શિક્ષણ અને ટેકનોલોજી રાજય મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માર્ગ અને મકાન,ઉચ્ચ શિક્ષણ અને ટેકનોલોજી રાજય મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારએ ધો-૧ માં પ્રવેશ મેળવતા બાળકોને ઢોલ નગારાના નાદ સાથે વાજતે-ગાજતે શાળા પ્રવેશ કરાવ્યો હતો તથા પ્રવેશ મેળવતા બાળકોને પ્રાથમિકથી માંડીને ઉચ્ચ શિક્ષણ સુખરૂપ પૂરૂં કરવાની શુભેચ્છા પાઠવી હતી અને ઉમેર્યું હતું કે રાજયસરકાર દ્વારા અમલી બનાવાયેલી વિવિધ શૈક્ષણિક યોજનાઓનો લાભ લઇને બાળકોએ રાજય તથા દેશના વિકાસમાં અગ્રેસર થવું જોઇએ.શાળાના વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું અને સ્વાગતગીત,પ્રાર્થના,યોગ-નિદર્શન,”પાણી બચાવો” વિષય પર અમૃતવાંચન વગેરે કાર્યક્રમો યોજાયા હતા.આ પ્રસંગે આંગણવાડી ભુલકાઓ અને ધો-૧ માં પ્રવેશ મેળવનારને શૈક્ષણિક કીટ ભેટ આપવામાં આવી હતી.ધોરણ-૩ થી ૮ ના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન, દાતાશ્રીઓનું સન્માન, શાળામાં ભણી ગયેલ વયોવૃધ્ધ વ્યકિતઓનું સન્માન,પોતાના ક્ષેત્રમાં યોગદાન આપેલ વ્યકિતઓનું સન્માન શ્રી જયદ્રથસિંહ પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું.તેમજ શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રી દ્વારા લેખન-ગણન અને વાંચનનું મુલ્યાંકન કરવામાં આવ્યું હતું. તેમજ સ્કુલ કમિટીના સભ્યો સાથે બેઠક કરી મંત્રીશ્રીએ યોગ્ય માર્ગદર્શન આપેલ હતું.આ પ્રસંગે ટંકારા પડધરી ધારાસભ્યશ્રી બાવનજીભાઇ મેતલીયા ,જિલ્લા વિકાસ અધિકારીશ્રી ખટાણા ,પ્રાત અધિકારીશ્રી કેતન જોશી ,જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી દવે ,જ્યોતિસિંહ જાડેજા,ધુવકુમારશ્રી અને ગામના સરપંચશ્રી અને શાળાના આચાર્યશ્રી/શિક્ષકગણ વડીલો,વરિષ્ઠ નાગરિકો,વાલીઓ ઉપસ્થિત રહયા હતાં.

Comments
Loading...
WhatsApp chat