

મોરબીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ડર રહ્યો નથી અવારનવાર લૂંટ અને હત્યા જેવા ગંભીર ગુનાઓ બનતા રહે છે જેમાં ગત રાત્રીના ત્રણ શ્રમિકો પગપાળા ચાલીને જતા હતા ત્યારે બાઈકમાં આવેલા ત્રણ અજાણ્યા ઇસમોએ છરીની અણીએ મોબાઈલ અને રોકડ સહીત રૂ ૧૧ હજારની લૂંટ ચલાવી હતી
મૂળ બનાસકાંઠાના વતની હાલ મોરબીના ખોખરા હનુમાન રોડ પર પોલો સર્કલ પેપરમિલ ઓરડીમાં રહીને કામ કરતા રાહુલ વેલાભાઇ વાલડીયાએ ત્રણ અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૭ ના રાત્રીના સાડા અગિયાર વાગ્યે ફરિયાદી રાહુલ, તેનો મિત્ર રાણાભાઇ લક્ષ્મણભાઈ વાલડીયા અને સુરજ રામદયાલ જાટમ ત્રણેય ભરતનગર પાસે કે કે હોટેલથી જમીને કારખાના તરફ જતા હતા ત્યારે રસ્તામાં એક બાઈક અચાનક પાસે ઉભું રહ્યું જેમાં ત્રણ માણસો બેઠા હતા નીચે ઉતરી રોડ પર આંતરી આડા ઉભા રહ્યા હતા જે પૈકી એક ઇસમેં તમે બધા પોતાના ખિસ્સામાં જે કાઈ હોય તે કાઢી આપી દો નહીતર છરી પેટમાં ઘુસાડી દઈશું તેવી ધમકી આપી હતી જેથી ફરિયાદીએ પોતાનો રીયલમી કંપનીનો મોબાઈલ અને રૂપિયા ૧૦૦૦ આપ્યા હતા
તેમજ મિત્ર રાણાભાઇનો મોબાઈલ આપી દીધો હતો અન સુરજે પોતાનો મોબાઈલ ફોન છુપાવી દીધો હતો એક કાળા કલરનું ટીશર્ટ પહેરેલ ઇસમેં ફરિયાદીના ખિસ્સા તપાસતા રૂ ૧૦૦૦ બળજબરીથી કાઢી લીધા હતા આમ ત્રણ અજાણ્યા ઇસમોએ બાઈકમાં આવી ફરિયાદી રાહુલ, મિત્ર રાણાભાઇ અને સુરજને ઉભા રાખી છરી બતાવી મારી નાખવાની ધમકી આપી બે મોબાઈલ કીમત રૂ ૧૦,૦૦૦ અને રોકડ રૂ ૧૦૦૦ સહીત કુલ રૂ ૧૧ હજારની મત્તા લૂંટ ચલાવી નાસી ગયા હતા મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે