હળવદમાં PI આર.ટી. વ્યાસને ભાવભીની વિદાય, નવા PI કે.કે. દરબારનું સ્વાગત

અઢી વર્ષ બાદ આર.ટી. વ્યાસની મોરબી સાયબર ક્રાઇમમાં બદલી; હળવદ પોલીસ સ્ટેશનની જવાબદારી કે.કે. દરબારને સોંપાઈ

 

મોરબી જિલ્લામાં તાજેતરમાં પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલીના આદેશો કરવામાં આવ્યા હતા. જેના પગલે હળવદ પોલીસ સ્ટેશનમાં પણ નવા PIની નિમણૂક કરવામાં આવી છે. હળવદ પોલીસ સ્ટેશન ખાતે છેલ્લા અઢી વર્ષથી ફરજ બજાવતા PI આર.ટી. વ્યાસની બદલી મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી છે. જ્યારે તેમની જગ્યાએ લીવ રિઝર્વમાં ફરજ બજાવતા PI કે.કે. દરબારની હળવદ પોલીસ સ્ટેશનના નવા PI તરીકે નિમણૂક કરવામાં આવી છે.

આ બદલીઓના પગલે હળવદ પોલીસ સ્ટેશન ખાતે વિદાય અને સ્વાગત સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ફરજ દરમિયાન કામગીરી કરનાર PI આર.ટી. વ્યાસને ભાવભીની વિદાય આપવામાં આવી હતી, જ્યારે નવા નિમાયેલા PI કે.કે. દરબારનું સન્માન અને સ્વાગત કરવામાં આવ્યું હતું.

સમારંભમાં હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ જવાનો તેમજ સ્થાનિક પત્રકારો સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌએ PI આર.ટી. વ્યાસને તેમની નવી ફરજ માટે શુભેચ્છાઓ પાઠવી હતી અને નવા PI કે.કે. દરબારને હળવદમાં સફળ કામગીરી માટે શુભકામનાઓ આપી હતી. અઢી વર્ષના કાર્યકાળ બાદ PI આર.ટી. વ્યાસ હવે મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં પોતાની નવી જવાબદારી સંભાળશે, જ્યારે PI કે.કે. દરબાર હળવદ પોલીસ સ્ટેશનમાં કાયદો અને વ્યવસ્થાની જવાબદારી સંભાળશે.

 

મયુર રાવલ હળવદ

 

Leave A Reply

Your email address will not be published.