


રામધન આશ્રમ મહેન્દ્રનગર ખાતે ઉમિયા માતાજી મંદિરના ૧૩ માં પાટોત્સવની ઉજવણી મહંત ભાવેશ્વરી માંની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી જેમાં સવારે મહાપુજા, મહાઆરતી, યજ્ઞ, ધ્વજારોહણ તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જે મહોત્સવનો મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો. તેમજ પાટોત્સવની ઉજવણી સંદર્ભે નવ દિવસ સુધી ધૂનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

