


મોરબીના સાયન્ટીફીક વાળી શેરી, જુના મહાજન ચોક ખાતે ડેલાવાળા મામાદેવનો મોજનો ૨૪ કલાકનો નવરંગ મંડપ ઉત્સવ તા. ૧૯ ના રોજ નીર્ધારેલ છે જેમાં સવારે શુભ ચોઘડિયે થાંભલી રોપણ, સવારે ૦૯ : ૩૦ કલાકે ભુવાના સામૈયા, સાંજે ૦૬ : ૩૦ કલાકે મહાપ્રસાદ અને તા. ૨૦ ના રોજ સવારે થાંભલી વધામણા સહિતના ધાર્મિક મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. મામાદેવના મોજના માંડવામાં ભુવા લખાનભાઈ મકવાણા (શક્તિ માતાજીના ભુવા) અને નીતિનભાઈ ડાંગર (ચામુંડા માતાજીના ભુવા) ઉપસ્થિત રહેશે. ધાર્મિક મહોત્સવનો સર્વ ધર્મપ્રેમી જનતાએ લાભ લેવા ઉમેશભાઈ મકવાણા અને ધર્મેશભાઈ રાવળ દ્વારા નિમંત્રણ પાઠવાયું છે.

