


મોરબીના લાલપર નજીક આવેલા સિરામિક એશો. હોલ ખાતે આજે સાંજે ૦૫ : ૩૦ કલાકે મોરબીના તમામ ટાઈલ્સ ટ્રેડર્સની મીટીંગ સિરામિક એશો.ના પ્રમુખો કે.જી.કુંડારિયા, નીલેશભાઈ જેતપરિયા, કિરીટભાઈ પટેલ અને પ્રફુલભાઈ દેત્રોજાના અધ્યક્ષસ્થાન યોજવામાં આવી હતી જેમાં જીએસટી વિષે સમજુતી આપવામાં આવી હતી તે ઉપરાંત તેના એશો.ની પણ રચના કરવામાં આવી હતી. ટ્રેડર્સ ઉદ્યોગ સાથે મળીને વેપાર કરે અને ઉદ્યોગને વધુ મજબુત બનાવે તે દિશામાં પહેલ કરવાની અપીલ કરવામાં આવી હતી. તેમજ ટ્રેડર્સના કોઈ પણ પ્રશ્નો હશે તેનો સિરામિક એશો. દ્વારા નિકાલ કરવાની પણ ખાતરી આ તકે આપવામાં આવી હતી. ટાઈલ્સ ટ્રેડર્સ એશોના પ્રમુખ કે.કે.પટેલ, ઉપપ્રમુખ હાર્દિક ભાલોડીયા, ઉપપ્રમુખ ગણાત્રા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

