રફાળેશ્વર ગામે શા માટે દંપતીએ યુવાનને માર માર્યો ?

મોરબીના રફાળેશ્વર ગામે આવેલા મચ્છુ માતાજીના મંદિર નજીકના રહેવાસી સુરેશ જેરામ રૂડાતલા (ઉ.વ.૨૩) પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેનો ભાઈ ભગવાનજી આરોપીની દીકરી જયશ્રીને લઈને જતો રહ્યો હોય જે બાબતનો ખાર રાખીને આરોપી માતસિંગ માવજી મકવાણા અને રેખાબેન માતસિંગ મકવાણા રહે. બંને માળીયાના હરીપર પાટિયા પાસે આવેલા મીઠાના કારખાનાવાળાએ તેના ઘરે આવીને ફરિયાદી સુરેશ રૂડાતલા અને તેની માતા એ બંનેને પાઈપ વડે માર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું જણાવ્યું છે. મોરબી તાલુકા પોલીસે મારામારીના બનાવ અંગે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.

Comments
Loading...
WhatsApp chat