મોરબીમાં યોગ દિવસની શાનદાર ઉજવણી

 

આજે વિશ્વ યોગ દિવસ નિમિતે દેશ અને વિશ્વભરમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મોરબી જીલ્લામાં જીલ્લાકક્ષાની તેમજ તમામ તાલુકા મથકોએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોરબી જીલ્લા કક્ષાની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરાઈ હતી જેમાં રાજ્યના સંસદીય સચિવ બી.જે.પટેલ, જીલ્લા કલેકટર આઈ.કે.પટેલ, ડીડીઓ ખટાણા, જીલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડ, ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા, જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદ વાસદડિયા, પાલિકાના ઉપપ્રમુખ ભરતભાઈ જારીયા સહિતના અગ્રણીઓએ ઉપસ્થીત યોગાભ્યાસ કર્યો હતો. તે ઉપરાંત વિવિધ શાળાના બાળકો, સરકારી કર્મચારીઓ અને નાગરિકો પણ યોગ અભ્યાસમાં જોડાયા હતા. પીએમ મોદીનું લાઈવ સંબોધન સાંભળીને તમામ લોકોએ યોગ અભ્યાસ કર્યો હતો. યોગઅભ્યાસ સાથે યોગનું મહત્વ અને તેનાથી રોગોના નિવારણ અંગે પણ માહિતી આપવામાં આવી હતી.

Comments
Loading...
WhatsApp chat