



પ્રમાણિકતા એ મોટો શબ્દ છે અને હાલમાં પ્રમાણિકતા બહુ ઓછા વ્યક્તિઓમાં જોવા મળે છે ત્યારે તાજેતરમાં સમસ્ત બ્રહ્મસમાજ યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનો કાર્યક્રમ શાસ્ત્રીજી શ્રી જીજ્ઞેશભાઈ પંડ્યાના આચાર્ય પડે યોજવામાં આવ્યો હતો.સમૂહ લગ્નમાં ભાગ લેનાર કન્યાની સોનાની વીંટી તથા ચાંદીના સાંકળા તે મંડપના વિકાસભાઈ રાવલને મળી આવતા તેમણે પ્રમાણિક બની સંસ્થાના પ્રમુખ નરેન્દ્રભાઈ પંડ્યા અને મહામંત્રી મધુસુદનભાઈ ઠાકરે મૂળ માલિકને સોપ્યા હતા તેમજ વિકાસભાઈએ બતાવેલ પ્રમાણિકતા બદલ સંસ્થાના પ્રમુખે પ્રમાણિકતાને બિરદાવી સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

