મોરબીમાં રહેણાંક પર પોલીસનો દરોડો: ૧૨૦ લિટર દેશી દારૂનો જથ્થો ઝડપાયો

મોરબીના સામા કાંઠે આવેલા માળિયા-વનાળીયા વિસ્તારમાં રહેણાંક મકાનમાં ચાલતા દારૂના વ્યવસાય પર પોલીસે ત્રાટકી મોટી સફળતા મેળવી છે. પોલીસ રેડ દરમિયાન મકાનમાંથી મોટા પ્રમાણમાં દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જોકે આરોપી મહિલા પોલીસને હાથ લાગી ન હતી.

બનાવની વિગતો મુજબ, મોરબી સિટી બી ડિવિઝન પોલીસની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે માળિયા-વનાળીયા સોસાયટીમાં રહેતા મુસ્કાન અબ્બાસભાઈ કટીયાના રહેણાંક મકાન પર દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરમિયાન મકાનમાંથી પ્લાસ્ટિકના ૪ બાચકાઓમાં ભરેલી ૫-૫ લિટરની ક્ષમતા વાળી દેશી દારૂની કુલ ૨૪ કોથળીઓ મળી આવી હતી. પોલીસે કુલ ૧૨૦ લિટર દેશી દારૂ, જેની અંદાજિત કિંમત રૂ ૨૪,૦૦૦ થાય છે, તે મુદ્દામાલ જપ્ત કર્યો હતો. રેડ દરમિયાન આરોપી મહિલા સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે અને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave A Reply

Your email address will not be published.