ટંકારા નગરપાલિકા પ્રમુખ તરીકે પંકજભાઈ કારેલીયા, ઉપપ્રમુખ તરીકે સરોજબેન ખોખાણીની વરણી

 

નવી બનેલી ટંકારા નગરપાલિકા ચુંટણી જંગ ભાજપે જીતી લીધા બાદ આજે પ્રમુખ અને ઉપપ્રમુખ ચુંટણી માટે પાલિકાની પ્રથમ બેઠક મળી હતી જેમાં પ્રમુખ તરીકે પંકજભાઈ કારેલીયા અને ઉપપ્રમુખ તરીકે સરોજબેન ખોખાણીની વરણી કરવામાં આવી છે

 

ટંકારા નગરપાલિકાના પ્રથમ પ્રમુખ તરીકે વોર્ડ નં ૫ માંથી ચૂંટાયેલા પંકજભાઈ કારેલીયાને પ્રમુખ બનાવવામાં આવ્યા છે તેમજ પાલિકાના ઉપપ્રમુખ તરીકે મહિલા ઉમેદવાર સરોજબેન ખોખાણીની વરણી કરવામાં આવી છે ટંકારા પાલિકાના ૬ વોર્ડની ૨૪ પૈકી ૧૮ બેઠકો પર ભાજપે કબજો જમાવ્યો છે અને આજે પ્રમુખ-ઉપપ્રમુખ ચુંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ હતી

 

Leave A Reply

Your email address will not be published.