ટંકારાના હરબટીયાળી ગામે થયેલ માથાકૂટનો બનાવ હત્યામાં પલટાયો

 

ટંકારા તાલુકાના હરબટીયાળી ગામમાં જાહેર મિલ્કતોમાં અવાર નવાર તોડફોડ કરી નુકશાન પહોંચાડતા શખ્સને ટોકનાર વૃદ્ધને લોખંડ પાઈપ વડે આડેધડ ઘા મારી ગંભીર ઈજા પહોંચાડવાના બનાવમાં વૃદ્ધનું મૃત્યુ નિપજતા બનાવ હત્યામાં પલટાયો છે.

ગત તા.૧૩ ના રોજ ટંકારા તાલુકાના હરબટીયાળી ગામમાં રહેતો આરોપી જગદીશ છગનભાઈ ઝાપડા અવારનવાર ગામમાં જાહેર જગ્યાએ નુકશાન કરતો હોવાથી ગામ લોકોએ તેને ગામમાં નુકશાન નહિ કરવાનું કહ્યું હતું. સાથે જ ગામના વયોવૃદ્ધ બેચરભાઈ જીવણભાઈ નમેરા ઉ.૭૫  નામના વૃદ્ધે પણ આરોપીને ગામમાં નુકશાન નહિ કરવા કહેતા ઉશ્કેરાઈ ગયેલા આરોપી જગદીશે બેચરભાઈને લોખંડના પાઈપ વડે માથાના ભાગે આડેધડ માર મારતા માથામાં હેમરેજ અને ફ્રેકચર ઈજા કરી હતી.બનાવ બાદ વૃદ્ધના પુત્ર હસમુખભાઈ નમેરાએ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. બનાવમાં વૃદ્ધ બેચરભાઈને બચાવવા વચ્ચે પડેલા અન્ય લોકોને પણ નાની મોટી ઈજા પહોંચી હતી.દરમિયાન ઇજાગ્રસ્ત બેચરભાઈ નમેરાનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા બનાવ હત્યામાં પલટાયો છે અને પોલીસે જેલ હવાલે રહેલા આરોપી જગદીશ છગનભાઇ ઝાપડા વિરુદ્ધ હત્યાની કલમ ઉમેરી ધોરણસર ની કાર્યવાહી હાથ ધરી છે

Leave A Reply

Your email address will not be published.