

મોરબીના રામધન આશ્રમ ખાતે આગામી ઋષિ પાંચમના દિવસે ફક્ત બહેનો માટે સ્નાન અને ફરાળની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે તા. ૧૬ ના રોજ ઋષિ પાંચમ નિમિતે સવારે ૮ થી ૫ કલાક સુધી કાર્યક્રમો યોજાશે જેમાં ફક્ત બહેનો માટે સ્નાન અને ફરાળ વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં ૧૦ વર્ષના ઉપરના દીકરાઓને સાથે લાવવા નહિ
ઉપરાંત ભાદરવા સુદ અગિયારસના દિવસે રામદેવપીર પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે તા. ૨૨ ને મંગળવારે રામદેવપીરનો નેજા ઉત્સવ યજ્ઞ મહાપ્રસાદ અને રાત્રે પાટ ભજન સહિતના કાર્યક્રમો ઉજવાશે જે મહોત્સવનો ભક્તોએ લાભ લેવા મુકેશ ભગતની યાદીમાં જણાવ્યું છે