મોરબી જીલ્લામાં વરસાદી માહોલ, મોરબી-હળવદમાં અડધો-અડધો ઇંચ વરસાદ


મોરબી જીલ્લામાં રવિવારે સાંજથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો રવિવારે સાંજથી શરુ થયેલો વરસાદ રવિવારે રાત્રીના અને સોમવારે સવારે પણ ચાલુ રહેતા મોરબી અને હળવદમાં અડધો અડધો ઇંચ વરસાદ નોંધાયો છે
મોરબી જીલ્લામાં રવિવારે સવારથી સોમવારે સવાર સુધીના વરસાદના આંકડા જોઈએ તો માળિયા તાલુકામાં ૦૪ મીમી, મોરબી તાલુકામાં ૧૪ મીમી, ટંકારા તાલુકામાં ૦૭ મીમી, વાંકાનેર તાલુકામાં ૦૫ મીમી અને હળવદ તાલુકામાં સૌથી વધુ ૧૬ મીમી વરસાદ નોંધાયો હતો તો સોમવારે સવારથી હજુ પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે