

પીપળી ગામની સીમમાં મોબાઈલ દુકાન આગળના ભાગે પતરા નીચે જાહેરમાં જુગાર રમતા ચાર પત્તાપ્રેમીઓને ઝડપી લીધા છે મહિલા આરોપી અટક કરવા પર બાકી હોય પોલીસે વધુ તપાસ ચલાવી છે
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન પીપળી ગામની સીમમાં મોમાજી મોબાઈલ દુકાન પાસે જુગાર રમતા અરવિંદ બાબુભાઈ સોમાણી, પારસ કનુભાઈ વરાણીયા, નીલેશ મનસુખભાઈ વાડલીયા અને મકસુદ મોમદ નકુમ એમ ચારને ઝડપી લઈને રોકડ રૂ ૭૧,૧૦૦ જપ્ત કરી છે મહિલા આરોપી ચેતનાબેન નવીનભાઈ વાઢેરાને ઝડપી લેવા તપાસ ચલાવી છે