મોરબી સિરામિક ઉદ્યોગને પગલે પેકેજીંગ ઉદ્યોગ બંધ થવાને આરે, ૧૯૨ એકમો પર સંકટ

 

યુદ્ધને પગલે મોરબીના સિરામિક અને પેપરમિલ ઉદ્યોગની માઠી બેઠી છે ગેસની કટોકટી, વધતા શીપ ભાડાને પગલે ઉત્પાદન પર અસર પડી છે એક્સપોર્ટ બંધ છે જેની સીધી અસર મોરબી પેકેજીંગ ઉદ્યોગ પર પડી રહી છે અને પેકેજીંગના ૧૯૨ યુનિટો પણ બંધ કરવાની સ્થિતિ નિર્માણ પામી છે

 

મોરબી પેકેજીંગ એસો પ્રમુખ પાર્થભાઈ બારૈયા પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મોરબીમાં ૪૨ ઓટો અને ૧૫૦ મેન્યુઅલ સહીત કુલ ૧૯૨ પેકેજીંગ યુનિટ કાર્યરત છે અને યુનિટમાં તૈયાર થતો બોક્સ સહિતનો ૧૦૦ ટકા માલ મોરબી સિરામિક ઉદ્યોગમાં જતો હોય છે હાલ ગેસ કટોકટીને કારણે સિરામિક એકમો બંધ થઇ રહ્યા છે જેની સીધી અસર પેકેજીંગ એકમોને થઇ રહી છે હાલ ૫૦ ટકા જેટલું કામકાજ બંધ થયું છે અને સિરામિક એકમો બંધ થાય તો તમામ યુનિટો બંધ કરવાની ફરજ પડશે

 

Leave A Reply

Your email address will not be published.