જેતપુરમાં પાવર હાઉસ પાસે કેબીનમાંથી દેશી-અંગ્રેજી દારૂ સાથે એક ઝડપાયો

 

જેતપુર શહેરમાં પાવર હાઉસ સામે પતરાની કેબીનમાં દેશી અને વિદેશી દારૂ રાખી વેચાણ કરનાર ઈસમને ઝડપી લઈને પોલીસે ૧૦,૫૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે

 

જેતપુર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ખીરસરા રોડ પર પાણીના ટાંકા સામે પાવર હાઉસ પાસે પતરાની કેબીનમાં દારૂનો જથ્થો રાખી વેચાણ કરતા હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં કેબિનમાંથી દેશી દારૂ ૩૦ લીટર કીમત રૂ ૬૦૦૦ અને ઈંગ્લીશ દારૂની ૧૫ બોટલ કીમત રૂ ૪૫૦૦ સહીત કુલ રૂ ૧૦,૫૦૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી યાશીન ભીખુભાઈ રફાઈને ઝડપી લીધો છે જયારે તોસીબ દાદુભાઈ મકરાણીનું નામ ખુલતા વધુ તપાસ ચલાવી છે

Leave A Reply

Your email address will not be published.