મોરબીમાં વેપારી આપઘાત કેસમાં આરોપીનો જામીન પર છુટકારો

 

મોરબીમાં હરેશભાઈ કાન્તીભાઈ સાયતાએ આપઘાત કરતા ફરિયાદ નોંધાઈ હતી જેમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી હોય જે પૈકી આરોપી ગીરીશ છબીલભાઈ કોટેચાએ જામીન માટે અરજી કરતા જામીન પર છુટકારો થવા પામ્યો છે

 

મોરબીની આરાધના સોસાયટીમાં રહેતા હરેશભાઈ કાન્તીભાઈ સાયતા (ઉ.વ.૫૮) વાળાએ તા. ૨૦-૦૯-૨૪ ના રોજ આપઘાત કરી લીધો હતો જેની સુસાઈડ નોટમાં આરોપી ગીરીશ કોટેચાનું નામ અને અન્ય આરોપીના નામો લખેલ હોય જેથી પોલીસે અટકાયત કરી હતી અને જેલહવાલે કરતા ગીરીશભાઈ કોટેચાએ મોરબીના સીનીયર એડવોકેટ મનીષ પી ઓઝા (ગોપાલ ઓઝા) મારફત મોરબીના પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ ડી પી મહીડાની કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરી હતી

 

જે અરજીના કામે મનીષ પી ઓઝાની ધારદાર દલીલો તેમજ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ રજુ કરતા તેને ધ્યાને લઈને કોર્ટે આરોપી ગીરીશ કોટેચાને રૂ ૨૫ હજારના શરતોને આધીન જામીન પર છોડવાનો હુકમ કર્યો છે આરોપીના વકીલ તરીકે ગોપાલ ઓઝા અને મેનાઝ એ પરમાર રોકાયેલ હતા

Leave A Reply

Your email address will not be published.