ગોંડલ ગુલમહોર રોડ પર બે બાઈક અથડાતા આધેડને ઈજા પહોંચી



ગોંડલ શહેરના ગુલમહોર રોડ પર દંપતી બાઈકમાં જતું હોય ત્યારે સામેથી આવતા બાઈક સાથે બાઈક અથડાયું હતું જે અકસ્માતમાં ૪૦ વર્ષીય આધેડને ઈજા પહોંચતા બનાવ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે
ગોંડલ સ્ટેશન પ્લોટ શેરી નં ૨૧ માં રહેતા હર્ષદભાઈ બાબુભાઈ સોલંકી (ઉ.વ.૪૦) વાળાએ બાઈક જીજે ૩૬ એએ ૦૫૦૫ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી હર્ષદભાઈ અને તેના પત્ની બાઈક લઈને ગુલમહોર રોડ પરથી જતા હોય અને હનુમાન મંદિર પાસે પહોંચતા સામેથી બાઈક જીજે ૩૬ એએ ૦૫૦૫ ના ચાલકે બાઈક પુરઝડપે ચલાવી સામેથી અથડાવી અકસ્માત સર્જ્યો હતો જે અકસ્માતમાં હર્ષદભાઈ સોલંકીને હાથમાં અને શરીરે ઈજા પહોંચી હતી ગોંડલ સીટી પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે