શ્રી બંધુનગર પ્રાથમિક શાળાના આચાર્યનો સુપુત્ર કલા મહાકુંભ ઝોન કક્ષાની વકતૃત્વ સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા.

 

રાજ્ય સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ, ગાંધીનગર દ્વારા આયોજીત કલા મહાકુંભની ઝોન કક્ષાની વકતૃત્વ સ્પર્ધામાં ઝોન ૧ માં ૬ થી ૧૪ વર્ષના વયજૂથમાં શ્રી બંધુનગર પ્રાથમિક શાળાના આચાર્યના સુપુત્ર અને શ્રી સાર્થક વિદ્યા મંદિરનો વિધાર્થી કેયુર અમુલ કુમાર જોષીએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. પરિવાર, શાળા અને સમાજનું ગૌરવ વધારવા બદલ કેયુરને ચોમેરથી અભિનંદનની વર્ષા થઈ રહી છે.

Leave A Reply

Your email address will not be published.