મોરબી-વાંકાનેર હાઇવે પર ટ્રકે રિક્ષાને ટક્કર મારતા એકનું મોત, બેને ઈજા

મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે પર લાલપર ગામ પાસે શૈલેશ કાંટા નજીક પુરઝડપે દોડતા ટ્રક ટેઇલરના ચાલકે આગળ જતી રિક્ષાને જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો, જેમાં રિક્ષાચાલકનું મોત નીપજ્યું હતું અને અન્ય બે વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર મકનસરનાં રહેવાસી સતીષભાઇ પ્રેમજીભાઈ પંચાસરાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરિયાદીના પિતાજી પ્રેમજીભાઈ પોતાની રિક્ષા (નં. GJ-36-W-1953) લઈને મકનસરથી મોરબી તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન પૂરઝડપે અને બેદરકારીથી આવી રહેલા ટ્રક ટેઇલર (નં. RJ-50-GA-9777) ના ચાલકે રિક્ષાની પાછળના ભાગે જોરદાર ઠોકર મારી અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં ફરીયાદીના પિતાજીને માથાના તેમજ શરીરે ગંભીર ઈજાઓ થવાથી તેમનું મોત નીપજ્યું હતું. આ ઉપરાંત, રિક્ષામાં બેઠેલા અશ્વીનભાઈ ગોહીલને ફેક્ચર જેવી ગંભીર ઈજા તથા તેમના ભત્રીજા શક્તિને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. બનાવ અંગે પોલીસે ગુનો નોંધીને ફરાર ટ્રક ચાલકને ઝડપી પાડવા માટે આગળની તપાસ હાથ ધરી છે.

Leave A Reply

Your email address will not be published.