




વાંકાનેરમાં ન્હાવા ગયેલા ૮૪ વર્ષીય વૃદ્ધનું બાથરૂમમાં પડી જવાથી માથાના ભાગે ગંભીર ઈજા થતાં મોત નીપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર મિલપ્લોટ વિસ્તારમાં રહેતા મકનભાઈ ઉકાભાઈ કણસાગરા (ઉ.વ. ૮૪) પોતાના ઘરે બાથરૂમમાં ન્હાવા માટે ગયા હતા. તે દરમિયાન અચાનક લપસી જવાથી તેઓ બાથરૂમમાં પડી ગયા હતા, જેના લીધે તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેમને તુરંત સારવાર અર્થે વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પર હાજર તબીબે તપાસીને તેમને મૃત જાહેર કર્યા હતા. વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મોત અંગેની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
