




મોરબીમાં પુરઝડપે અને બેદરકારીથી દોડતી થાર ગાડીના ચાલકે એક હેન્ડીકેપ સાયકલચાલક વૃદ્ધને અડફેટે લીધા હતા. જેમાં વૃદ્ધને ગંભીર ઈજાઓ પહોંચી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર જુના બસ સ્ટેશન પાસે રહેતા બસીરભાઇ કાસમભાઇ ભટ્ટીએ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે ફરીયાદી પોતાની હેન્ડીકેપ સાયકલ લઈને મચ્છીપીઠ પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે પૂરઝડપે અને ગફલતભરી રીતે થાર ગાડી (નં. GJ-36-AP-4748) ના ચાલકે તેમને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ફરીયાદીને નાક, કપાળ અને જમણા હાથના બાવડાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જ્યા બાદ ચાલક પોતાની થાર ગાડી લઈને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. આ મામલે પોલીસે ગુનો નોંધીને આરોપીને ઝડપી પાડવા માટે આગળની તપાસ હાથ ધરી છે.
