મોરબીના શનાળા રોડ પર વોડાફોન સ્ટોરના સર્વર રૂમમાં આગ લાગી

 

શહેરના શાળાના રોડ પર આવેલ વોડાફોન સ્ટોરના સર્વર રૂમમાં આગ લાગતા મોરબી ફાયરની બે ટીમ દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો ઇલેક્ટ્રિક શોર્ટ સર્કીટને પગલે આગ લાગ્યાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે અને નુકશાની થવા પામી છે

 

મોરબીના શનાળા રોડ પરના વોડાફોન સ્ટોરના સર્વર રૂમમાં બપોરે બે વાગ્યાના અરસામાં આગ લાગી હતી જેથી મોરબી ફાયરની એક ટીમ દોડી ગઈ હતી અને આગ વધુ હોવાથી બીજી ટીમ પણ રવાના કરવામાં આવી હતી ફાયરની બે ટીમોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો સ્ટોર પાછળ આવેલ સર્વર રૂમમાં શોર્ટ સર્કીટથી આગ લાગી હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે આગને કારણે કોમ્પ્યુટર અને વાયરીંગ બળી જતા નુકશાની થવા પામી છે બનાવમાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી નુકશાનીનો આંક હાલ સ્પષ્ટ થયો નથી પરંતુ ઓનરના જણાવ્યા મુજબ લાખોના નુકશાનનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે

 

Leave A Reply

Your email address will not be published.