

મોરબીના મતવાવાસમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને મોરબી એ ડીવીઝન પોલીસની ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી એ ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન મતવાવાસમાં રહેતા યાશીનભાઈ સીદીકભાઈ કુરેશીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની બોટલ નંગ ૨ કીમત રૂ.૨૨૧૪ તથા મોબાઈલ નંગ ૧ કીમત રૂ.૫૦૦૦ એમ કુલ મુદામાલ કીમત રૂ.૭૨૧૪ સાથે યાશીનને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે