

મોરબીના લીલાપર રોડ પર સરકારી આવાસ યોજનામાં જાહેરમાં જુગાર રમતા ત્રણ પત્તાપ્રેમીઓને મોરબી એ ડીવીઝન પોલીસની ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી એ ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન લીલાપર રોડ પર સરકારી આવાસ યોજનામાં જાહેરમાં જુગાર રમતા ભરતભાઈ રમેશભાઈ બાટી, સની નીતિનભાઈ કાંજીયા, સની વિજયભાઈ ડાભી ને રોકડ રકમ રૂ.૧૯૦૦ તથા મોબાઈલ નંગ ૨ કીમત રૂ.૧૦૦૦૦ એમ કુલ મુદામાલ કીમત રૂ.૧૧૯૦૦ સાથે ઝડપી પાડ્યા હતા જ્યારે આફતાફ હાજીભાઇ સમા નાશી જતા ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે