માળીયા મિયાણાની મોટી બજાર પાસે વર્લી ફીચરનો જુગાર રમતો એક ઝડપાયો

માળીયા મિયાણા પોલીસ દ્વારા મોટી બજાર વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લાલ આંખ કરવામાં આવી છે. જાહેરમાં વર્લી ફીચરના આંકડા પર નસીબ અજમાવતા એક શખ્સને પોલીસે રંગેહાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઘટનાની વિગતો મુજબ, માળિયા (મિ)માં મોટી બજાર પાસે પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન અલ્યાસભાઇ હુશેનભાઇ ખોડ (ઉં.વ. ૨૭, રહે. મોટી બજાર, ખોડ વાસ) નામનો શખ્સ જાહેરમાં વર્લી ફીચરના આંકડાઓ પર પૈસાની લેતી-દેતી કરી હારજીતનો જુગાર રમતા મળી આવ્યો હતો. પોલીસે આરોપી પાસેથી જુગારના સાહિત્ય તેમજ રોકડ રકમ સહિત કુલ ૫૧૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે. માળીયા મિયાણા પોલીસે આ મામલે જુગારધારાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

Leave A Reply

Your email address will not be published.