નિયમ ભંગ કરનારા વેપારીઓ સામે કોને કરી કાર્યવાહી ?

ખેતીમાં હાલ વાવણીનો સમય દરવાજે દસ્તક દઈ રહ્યો છે. ખેડુતો ખાતર, દવા તેમજ બિયારણની ધુમ ખરીદી કરી રહ્યા છે. તેવી સ્થિતી વચ્ચે મોરબી જીલ્લામાં તારીખ ૦૨/૦૬/૨૦૧૭ થી ૦૬/૦૬/૨૦૧૭ દરમ્યાન ખેતીવાડી ખાતાની ગુણવત્તા નિયંત્રણની ટીમ દ્રારા કુલ પર વિક્રેતાઓ તેમજ ૩ ખાતર ઉત્પાદકોની મુલાકાત કરી બિયારણ અને જંતુનાશક દવાના નિયમોના ભંગ બદલ ૩૧ વિક્રેતાઓને કારણદર્શક નોટીશ પાઠવી બિયારણનો ૧૫.૫૦ લાખની કિમતનો કુલ ૧૩૦૮ કી.ગ્રા જેટલો જથ્થો અટકાવ્યો હતો.જ્યારે જંતુનાશક દવાનો ૧.૮૦ લાખની કિમતનો કુલ ૩૬૮ કિગ્રા/લીટરનો જથ્થો અટકાવામાં આવ્યો હતો.વધુમાં બિયારણ અને દવાના મળીને કુલ ૫ નમુનાઓ લઈ પ્રયોગશાળામાં પૃથ્થકરણ માટે મોકલાવેલ છે. ખેતીવાડી નિયંત્રણ ટીમ દ્વારા જણાવ્યું છે કે પાઠવેલ નોટીશનો નિયત સમયમાં ખુલાસો નહીં કરનાર વિક્રેતા સામે તંત્ર દ્રારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે

 

Comments
Loading...
WhatsApp chat