જીલ્લા આરોગ્ય ખાતા દ્વારા “સધન ઝાડા નિયંત્રણ પખવાડિયા”ની ઉજવણી કરાશે.

મોરબી જીલ્લા આરોગ્ય અને પરિવાર કલ્યાણ દ્વારા તા.૧૨ થી ૨૪ જુન દરમિયાન ગુજરાત રાજ્યમાં સધન ઝાડા નિયંત્રણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવશે.જેમાં મોરબી જીલ્લાના ૩૫૫ ગામો તથા શહેરી વિસ્તારમાં સર્વે કરી તમામ ધરોમાં ૦-૫ વર્ષના બાળકોની સંખ્યા મુજબ આશા બહેનો અને આરોગ્ય કર્મચારીઓ દ્વારા બાળકોને ORS પેકેટનું વિતરણ કરવામાં આવશે.તેમજ ORS નો ઉપયોગ અને બનાવવાની રીત અંગે માર્ગદર્શન માટે આરોગ્યની દરેક સંસ્થા જીલ્લા ખાનગી હોસ્પિટલ ખાતે ORS કોર્નર બનાવવામાં આવશે.લોકોમાં આ અંગે જાગૃતિ કેળવાય એ માટે મોરબી જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પ્રચાર-પ્રસાર કરવામાં આવશે.જેથી કરીને ORS મહત્વ સમજી તે અંગે જાણકારી મેળવે અને બાળકોને ઝાડાના રોગથી બચાવી શકે.

 

Comments
Loading...
WhatsApp chat