ટંકારાના બારનાલા નજીક કારે રિક્ષાને પાછળથી ઠોકર મારી, મુસાફરોને ઈજા

 

ટંકારા બારનાલા નજીક સીએનજી રિક્ષાને કાર ચાલકે પાછળથી ઠોકર મારી હતી જે અકસ્માતમાં રીક્ષામાં સવાર મુસાફરોને નાની મોટી ઈજા પહોંચી હતી પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે

 

મૂળ ગોંડલ હાઓ મોરબી શનાળા બાયપાસ રહેતા પ્રતાપભાઈ બાબુભાઈ સોલંકી (ઉ.વ.૩૭) નામના રીક્ષા ચાલકે કાર જીજે ૦૩ એચએ ૬૯૫૫ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી પોતાની સીએનજી રીક્ષા જીજે ૦૩ સીટી ૮૬૦૩ વાળીમાં શનાળા રાજપર ગામથી પેસેન્જર બેસાડી ટંકારા મુકવા જતા હોય ત્યારે ધ્રુવનગર ગામ નજીક બાર નાલા પાસે કર ચાલકે પાછળથી ઠોકર મારતા રીક્ષા ચાલક પ્રતાપ સોલંકી અને કાંતિભાઈ નામના મુસાફરને તેમજ અન્ય ત્રણ મહિલા મુસાફરને નાની મોટી ઈજા પહોંચી હતી ટંકારા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

 

Leave A Reply

Your email address will not be published.