મોરબી જિલ્લામાં મહિલાઓ માટે મેગા જોબફેર

ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા રોજગાર કચેરી મોરબી દ્વારા તા.૨૫/૦૬/૨૦૧૭ ના રોજ શ્રીમતી જે.એ. પટેલ મહિલા કોલેજ ,નવા બસ સ્ટેન્ડ પાછળ,મોરબીખાતે સવારના ૧૦:૦૦ કલાકે વિના મુલ્યે મહિલાઓ માટે ખાસ મેગા જોબફેર ભરતી મેળાનુ આયોજન કરવામાં આવેલ છે. જેમા સોનમ કલોક,મોરબી, ગ્લોબલ જોબ પ્લેસમેન્ટ, મોરબી,વેલ્સપન ઈન્ડીયા લી.અંજાર,કચ્છ, નવજીવન ટ્ર્સ્ટ, મોરબી,પરફેક્ટ ઓટો સર્વિસ,મોરબી રિલાયન્સ નિપ્પોન લાઈફ ઈન્સ્યુરંસ કો,મોરબી જય ગણેશ ઓટો કેર પ્રા.લી, વિનાયક હોન્ડા,મોરબી ડેવલોપમેન્ટ ઓફીસર (એલ.આઈ.સી),મોરબી,હળવદ, લક્ષ એન્ટરપ્રાઈઝ,વડોદરા આસ્થા સ્પીનટેક્સ પ્રા.લી.હળવદ, રિલાયેબલ ફર્સ્ટ એડઓન પ્રા.લી.અમદાવાદ અને ક્રિષ્ના મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ.મોરબીના એકમો તરફથી ,કલાર્ક,હેલ્પર,પ્લાન્ટ ઓપરેટર,વર્કર,કસ્ટમર,કેર સર્વિસ સેલ્સ એક્જીસ્યુટીવ,ઓપરેટર, સુપરવાઈઝર,સેલ્સમાર્કેટીંગ,ટેકનીશીયન આઈ.ટી.આઈ તથા ડીપ્લોમા હોલ્ડર,સ્ટાફ નર્સ,ફાર્માસિસ્ટ આસિસ્ટન્ટ,કોમ્પ્યુટર ઓપરેટર,એકસ-રે ટેકનિશિયન વગેરે જેવી ખાલી જગ્યાઓ જુદા-જુદા એકમો તરફથી કચેરીખાતે નોંધાવેલ છે. આ ખાલી જગ્યાઓ ભરવા માટે કંપનીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહીને પસંદગીની કાર્યવાહી હાથ ધરશે.ખાનગીક્ષેત્રે કારકીર્દી બનાવવા ઈચ્છુક ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાતના તેમજ જો અનુભવ હોય તો તેના પ્રમાણપત્રો અને ફોટોગ્રાફ સાથે ભરતીમેળામાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવે છે. ભરતી પ્રક્રીયા નિ:શુલ્ક છે. તેમજ રોજગાર કચેરીખાતે નહી નોંધાયેલ ઉમેદવારો પણ આ ભરતીમેળામાં ઉપસ્થિત રહી શકશે. વધુ વિગત માટે રોજગાર વિનિમય કચેરી,મોરબીનો સંપર્ક સાંધવો તેમ જોબનપુત્રા રોજગાર અધિકારી ની યાદીમાં જણાવ્યુ છે.

 

Comments
Loading...
WhatsApp chat