


મોરબીના આંગણે સૌપ્રથમ વખત મંગલ પધરામણી પ્રસંગે યુવા જાગૃતિ અર્થે સંસ્થાપિત વૈશ્વિક સંસ્થા વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન દ્વારા નાચત કૃષ્ણ નચાવત ગોપી ધાર્મિક મહોત્સવની ઉજવણી શનાળા રોડ પરના ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી જેમાં શ્રીકૃષ્ણ પ્રભુની દિવ્ય લીલાઓથી શ્રુંગારીત અદ્ભુત નૃત્ય અને અલૌકિક ઝાંખીઓનો ભક્તોને પ્રત્યક્ષ અનુભવ કરાવવામાં આવ્યો હતો.મોરબીમાં આયોજિત ધાર્મિક મહોત્સવમાં ગણેશ મંડપવાળા અરવિંદભાઈ બારૈયા, મોરબી સિરામિક એશો.ના અગ્રણીઓ, ઉપરાંત સાત સ્વરૂપ હવેલી મોરબી, મોરબી વૈષ્ણવ સમાજ, કલોક એશો. મોરબી, ઉમિયા નવરાત્રી મહોત્સવ સમિતિ મોરબી સહિતની સંસ્થાના અગ્રણીઓએ હાજરી આપીને મહોત્સવને સફળ બનાવ્યો હતો.

