હળવદના જુના અમરાપર ગામે શેરીમાં બાળકો રમવા બાબતે મારામારીમાં સાસુ-વહુને ઈજા

 

જુના અમરાપર ગામે શેરીમાં બાળકો રમતા હતા જેને પાઈપ લઈને એક ઇસમ મારવા દોડતા મહિલા વચ્ચે પડી હતી જે મારામારીમાં સાસુ અને વહુને ઈજા પહોંચી હતી પોલીસે એક ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

 

હળવદ તાલુકાના જુના અમરાપર ગામના રહેવાસી વનીતાબેન ભરતભાઈ જાંબુકીયા (ઉ.વ.૩૦) આરોપી શંકર પ્રેમજી જામ્બકીયા રહે જુના અમરાપર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના દીકરા ઘર પાસે શેરીમાં રમતા હતા અને છોકરાને રમવા બાબતે બોલાચાલી થતા આરોપી લોખંડનો પાઈપ લઈને મારવા દોડ્યો હતો જેથી દેકારો થતા વનીતાબેન બહાર આવ્યા હતા અને આરોપી સાથે વાત કરતા ઉશ્કેરાઈ જઈને લોખંડ પાઈપ વડે વાસામાં અને હાથની હથેળીમાં મારી ઝપાઝપી કરી મુંઢ ઈજા કરી નીચે પડી ગયા હતા તેમજ સાસુ લાભુબેન કાનજીભાઈ જાંબુકીયા છોડાવવા આવતા તેને હાથમાં કોણીના ભાગે લોખંડ પાઈપ મારી ઈજા કરી ગાળો આપી હતી હળવદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

 

Leave A Reply

Your email address will not be published.