દુર્લભ પાર્ટી પ્લોટ નજીક ટ્રક હડફેટે યુવાનનું કમકમાટી ભર્યું મોત

મોરબીમાં શનાળા બાયપાસ નજીક આવેલ દુર્લભ પાર્ટી પ્લોટ પાસે ગત રાત્રીના ભયંકર અકસ્માત થયો હતો અને તેમાં એક યુવાનનું ધટના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ થયું હતું.

જાણવા મળતી વિગત મુજબ મોરબી ઉમિયા સર્કલ પાસે આવેલ ખોડીયાર પાન નામની દુકાન સંભાળતો શૈલેષ નરસિહભાઈ પરમાર(ઉ.૨૦) ગત રાત્રીના ૯:૩૦ વાગ્યાના સુમારે પોતાનું મો.સા.જીજે ૩ બીએચ ૪૪૪૩ લઈને દુકાને થી ઘરે જઈ રહ્યો હતો તે દરમિયાન દુર્લભ પાર્ટી પ્લોટ પાસેથી પાસે થતી વેળાએ પુરપાટ ઝડપે આવતા જીજે ૧૨ એયુ ૨૮૭૧ ના ટ્રક ચાલકે હડફેટે લેતા શૈલેષનું ધટના સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.આ મામલે તેના પિતા નરસિંહ ખોડાભાઈ પરમારે મોરબી એ.ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે.પોલીસે ફરિયાદ નોધી ટ્રક ચાલકને પકડવા ચક્રોગતિમાન કર્યા છે.

Comments
Loading...
WhatsApp chat