Billboard ad 1150*250

ચોમાસુ બાકી છે, તો મોરબીની મીઠા કંપની 18 કીમી પાળો તોડી નાંખે

0 443

મોરબી જિલ્લામાં અતિ વરસાદ પડતાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો. તેમજ માળીયા(મી) તાલુકાના હરિપર ગામે દેવ સોલ્ટ નામની મીઠા કંપનીએ દરિયાઈ પાણી રોકી 18 કીમી જેટલા અંતરમાં પાળો બનાવવાને કારણે દરિયાઈ પાણીની ભરતી અટકાવી હોવાનો આક્ષેપ થયો છે. આ અંગે માળીયા(મી) તાલુકા સોલ્ટ મેન્યુ એસોસિએશનના અયુબ અબ્દુલા મોવરે 2013ની અરજી દોહરાવી મીઠા ઉદ્યોગ એસોસિએશનને રજુઆત કરી છે. ચોમાસાની શરૂઆતમાં આવી સ્થિતિ સર્જાઈ છે, તો ચોમાસુ હજી બાકી છે. હરિપર, ગુલાબડી, દેવગઢ, ભાવપર વગેરે વિસ્તારમાં નુકશાન થયું હોવાથી મીઠા કંપનીએ તાત્કાલિક પાળો તોડી નાખવા રજુઆત થઈ છે.આ મામલે ગાંધીનગર ઉધોગ વિભાગના અશોકભાઈ ચોધરી,ગોહિલ નકુમ સહિતની ટીમ સર્વે માટે આવી હતી જેમાં માળિયા મીઠા ઉધોગના પ્રમુખ દિલુભા જાડેજા,અયુબ અબ્દુલા,પ્રકાશભાઈ,પ્રમોદભાઈ જોશી,નીજામભાઈ અને દેવાભાઈ ડાંગર સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

 

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat