મોરબીમાં આવતીકાલે યોગ દિવસની ઉજવણી, જાણો ઉજવણીની ખાસ વાતો

આવતીકાલે યોગ દિવસની ઉજવણી સંદર્ભે મોરબીમાં જીલ્લા કક્ષાની ઉજવણી શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવશે તે ઉપરાંત મોરબીમાં સવપ કન્યા છાત્રાલય, ઓમ પાર્ટી પ્લોટ, કોમ્યુનીટી હોલ, એલ.ઈ. કોલેજ ખાતે ઉજવણી હજારો લોકો યોગ કરશે. તેમજ ટંકારાની ઓરપેટ કન્યા શાળા, નસીતપર શાળા, હળવદના દેવીપુર પ્રાથમિક શાળા, રણજીતગઢ પ્રા. શાળા, ઉમા સંકુલ અને સરસ્વતી શિશુ મંદિર શાળા તેમજ વાંકાનેરની લુણસર શાળા ઉપરાંત મોરબીના ખરેડા સહિતના ગ્રામ્ય પંથકમાં પણ હજારો લોકો યોગ કરીને યોગ દિવસની ઉજવણી કરશે. પોલીસ પરેડ ગ્રાઉન્ડ સહિતના સ્થળે મહાનુભાવો પણ યોગ કરશે. યોગ નિષ્ણાંત દ્વારા યોગ કરાવવામાં આવશે.

 

યોગ દિવસમાં શું છે વિશેષ

યોગ દિવસમાં રાજ્યના સંસદીય સચિવ બી.જે.પટેલ જીલ્લાકક્ષાની ઉજવણીમાં ઉપસ્થિત રહેશે તે ઉપરાંત મોરબી જીલ્લાના પ્રભારી સચિવ મોનાબેન ખંધાર પણ કરશે યોગ, જીલ્લાના સાંસદ, ધારાસભ્ય અને પદાધિકારીઓ પણ યોગમાં જોડાશેજીલ્લામાં ૨૩ કેન્દ્રો પર ૧.૨૦ લાખ લોકો યોગમાં જોડાશે. જીલ્લા કક્ષાની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં કરાશે. લખનઉથી પીએમ મોદી કરશે લાઈવ સંબોધન૦૬ : ૩૦ થી ૭ સુધી પીએમ મોદીનું સંબોધન અને ત્યારબાદ યોગ નિષ્ણાંતો દ્વારા મહાનુભાવો, અધિકારીઓ અને નાગરિકો યોગ કરશે.

Comments
Loading...
WhatsApp chat