



પૃથ્વી બાબુભાઈ પરમાર (ઉ.વ.૧૮) રહે. સાવસર પ્લોટ મોરબીવાળાએ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેને આરોપી કમલેશ બાબુભાઈ દેવીપુજક રહે. કાલિકા પ્લોટ મોરબી વાળાને પોતાનો મોબાઈલ આપેલ જે પરત માંગતા મોબાઈલ આપવા આરોપીએ આનાકાની કરી હતી અને તેને બેફામ ગાળો આપી આરોપી ચંગો દેવીપૂજકે તેને પકડી રાખી આરોપી કમલેશ દેવીપુજક તેને ડાબા પડખામાં છરીનો ઘા ઝીંકી દેતા યુવાનને ગંભીર હાલતમાં હોસ્પીટલે ખસેડવામાં આવ્યો હતો જયારે હુમલાખોર બંને શખ્શો નાસી ગયા હતા. મોરબી એ ડીવીઝન પોલીસે બંને આરોપીઓ સામે હત્યાના પ્રયાસનો ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.

