અગરબતીના વેપારીઓ જીએસટીથી નારાજ, જાણો કારણ ?

મોરબી ડીસટ્રીકટ અગરબતી મેન્યુ. એન્ડ ટ્રેડર્સ એશો. દ્વારા આજે જીલ્લા કલેકટરને લેખિત આવેદન પાઠવીને જણાવ્યું હતું કે અગરબતી ઉદ્યોગ અને વેપાર સાથે જોડાયેલા તમામ વેપારી અને કારીગર સામાન્ય વર્ગના છે જે માત્ર રોજીરોટી મેળવી સકે છે. અગરબતીને જીએસટી કાઉન્સિલ કમિટી દ્વારા ૧૨ ટકા સ્લેબમાં લેવાની જાહેરાત થઈ છે ત્યારે અગરબતી ઉદ્યોગમાં હાલ વેટ ૦ ટકા છે જેથી વેટ ફ્રી રાખવા અથવા જીએસટીમાં ૫ ટકા કરી આપવા ઉદ્યોગ વેપાર વતી માંગ કરવામાં આવી છે. પૂજાની સામગ્રી તરીકે વપરાતી અગરબતીને જીએસટીમાં ઊંચા ૧૨ ટકાના સ્લેબમાં લેતા ઉદ્યોગ પડી ભાંગશે અને આ ઉદ્યોગ અને વેપાર સાથે જોડાયેલા કારીગરો અને વેપારીઓની મુશ્કેલીઓ અનેકગણી વધી જશે. અગરબતીનો ઉપયોગ ધાર્મિક કાર્યમાં થતો હોય છે જે કોઈ મોજશોખની ચીજ વસ્તુ નથી. પરંતુ ભગવાનની શ્રદ્ધા સાથે જોડાયેલી છે જેથી આ ઉદ્યોગના હિતમાં તેમજ વેપારીઓ અને કારીગરોની રોજગારી ટકી રહે તેવા આશયથી સરકાર આ મામલે પુનઃ વિચારણા કરે તેવી માંગ કરવામાં આવી છે.

Comments
Loading...
WhatsApp chat