



વાંકાનેર રેલ્વે સ્ટેશન નજીક મોરબી વાંકાનેર ડેમુ t ટ્રેન પાટા પરથી નીચે ઉતરી ગઈ હતી.જેમાં ૪૦ વ્યક્તિના મૃત્યુ થવાના તથા ૬ ને ગંભીર ઈજાની થઈ હોવાનું જાણવા મળ્યું છે.બનાવના પગલે NDRF,વાંકાનેર રેલ્વે,રાજકોટ રેલ્વે,પોલીસ ટીમ,ફાયરની ટીમ અને ૧૦૮ સહિતની ટીમ ધટના સ્થળે સ્થળે દોડી જઈને ડેમુ માંથી મુસાફરોને બહાર કાઢવાની તથા હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.ધટનાની જાણ મુસાફરોના પરિવારને થતા પરિવારજનો તથા વાંકાનેર રેલ્વે તંત્રમાં અફડાતફડી ફેલાય ગઈ હતી.બાદમાં તંત્ર દ્વારા કુદરતી આફતોની આગોતરા તૈયારી માટે મોકડ્રીલ હોવાનું જાણવા મળતા મુસાફરોના પરિવારજનોએ અને વાંકાનેર રેલ્વે તંત્રએરાહતનો શ્વાસ લીધો હતો.

