



- આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી આખું વિશ્વ ઉજવણી કરી રહ્યું છે ત્યારે મોરબીમાં બાળકો માટે અનોખી એક્ટીવીટી કરતી નર્મદા સંસ્થા દ્વારા બાલ ઘરમાં ત્રિદિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં બાળકો સહીત ૪૧ લોકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.શિબિર દરમિયાન યોગ નિષ્ણાત નિર્મળસિંહ જાડેજાએ યોગ વિશે માર્ગદર્શન આપી પ્રાણાયામ અને ધ્યાન કરાવ્યા હતા.તેમજ યોગ શિબિરના અંતે નર્મદા બાલ ઘરના ટ્રસ્ટી સી.પી.શાહે બધાનો આભાર માન્યો હતો.

