

વાંકાનેરના જિનપરા ગૌશાળા રોડ પર આવેલી સરસ્વતી શક્તિ પ્રાથમિક શાળામાં ધોરણ 8ની મનજુરી માટે છેલ્લા બે વર્ષથી રજુઆત અને માંગણી કરવા છતાં મંજૂરી નહીં આપતા આજે સવારે શાળા પ્રવેશોત્સવનનો બહિષ્કાર કર્યો હતો. આ વિસ્તારના અગ્રણીઓએ શાળાના તાળા નહીં ખોલવા દઈ પ્રવેશ અપાવવા પધારેલ અધિકારીઓને અટકાવી આવેદન આપ્યું હતું.
સરસ્વતી શાળામાં 154 વિદ્યાર્થીઓની સંખ્યા છે, જેમાં ધોરણ 7માં 29 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જિલ્લા પંચાયત શાળામાં પાર્થધ્વજ યુવક મનડળ અને દેવદયા ચેરી. ટ્રસ્ટના સહયોગથી નવું બિલ્ડીંગ બન્યું છે. સવારે પર્વેશત્સવ કાર્યક્રમ સ્થળે નગરપાલિકાના સદસ્ય જ્યોત્સનાબેન રમેશભાઇ મકવાણા, પાર્થધ્વજ યુવક મન્ડળના જીતુભા ઝાલા, ટપુભા જેઠવા, રમેશભાઈ ગાંગાણી, રમેશભાઈ મકવાણા, એસ.એસ.સી. કમિટીના તમામ સભ્યો ઉપરાંત વિદ્યાર્થીઓના વાલી ઉપસ્થિત રહ્યા હતા. તેમજ જિલ્લા શિક્ષણાધિકારીને આવેદન આપી તાત્કાલિક ધોરણ 8ની મંજૂરીની માંગણી કરી હતી. જો મંજૂરી નહીં મળે તો ધોરણ 1 માં બાળકોને પ્રવેશ નહીં મળે તેમ જણાવ્યું હતું.