Billboard ad 1150*250 Billboard ad 1150*250

જીલ્લા ભાજપ દ્વારા અગસ્ત ક્રાંતિ નિમિતે વીરપર ખાતે રક્તદાન કેમ્પ અને વ્રુક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

મોરબી જીલ્લા ભાજપ  દ્વાર અગસ્ત ક્રાંતિ નિમિતે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત  આજ રોજ ટંકારા તાલુકાના વીરપર મુકામે વીરપર પ્રાથમિક શાળામાં શ્રી સંસ્કાર બ્લડબેંક દ્વારા  રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં સવારના ૭ વાગ્યાથી ૧૧ વાગ્યા સુધીમાં ૩૦ બોટલ જમા થઇ છે.તેમજ સાથે સાથે વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા. જેમાં જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, તાલુકા પ્રમુખ અરવિંદભાઈ વાસદડિયા, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા તેમજ વિવિધ હોદેદારો અને કાર્યકરો આ કાર્યક્રમમાં જોડાયા છે.

 

Comments
Loading...
WhatsApp chat