મોરબી: પત્રકાર રાજેશ અંબાલિયા અને તેમના પુત્ર શિવમનો આજે જન્મદિવસ

 

મોરબી જિલ્લાના જાણીતા પત્રકાર રાજેશ અંબાલિયા તથા તેમના પુત્ર શિવમનો આજે જન્મદિવસ આનંદ અને ઉમંગ સાથે ઉજવાઈ રહ્યો છે.

આ પ્રસંગે પરિવારજનો, મિત્રો, સહકર્મીઓ, વિવિધ સામાજિક આગેવાનો તેમજ શુભેચ્છકોએ બંનેને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. સૌએ તેમના ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુષ્ય, સુખ-સમૃદ્ધિ અને સતત પ્રગતિ માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી.

રાજેશ અંબાલિયા એ પત્રકારત્વ ક્ષેત્રે માસ્ટર ઓફ જર્નાલિઝમ એન્ડ માસ કમ્યુનિકેશનમાં ડીગ્રી પ્રાપ્ત કરી લાંબા સમયથી પત્રકારત્વ ક્ષેત્રે સક્રિય રહી જનહિતના પ્રશ્નો, વિકાસના મુદ્દાઓ અને લોકોના અવાજને નિર્ભયતાથી રજૂ કરતા રહ્યા છે. તેમના દ્વારા અમદાવાદના આશારામ આશ્રમમાં થયેલા અપમૃત્યુ કેસ બાદ અમદાવાદમાં થયેલા તોફાન અને અમદાવાદ શહેરમાં થયેલા સિરિયલ બૉમ્બ બ્લાસ્ટ કેસમાં કવરેજ કરી નામના મેળવેલ. મોરબી જિલ્લામાં તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી TV9 ગુજરાતી, BBC ન્યુઝ ગુજરાતી અને રાષ્ટ્રીય હિન્દી ન્યુઝ ચેનલ આજતકના પ્રતિનિધિ તરીકે સેવા બજાવી રહ્યા છે. તેઓએ તાઉતે અને બીપરજોય જેવા વાવાઝોડાનું પણ કવરેજ કરેલ. વર્ષ 2022માં મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટનાનું કવરેજ કરેલ જે ભારત સહિત 100 થી વધારે દેશોમાં તેમના બાયલાઈન સમાચાર પ્રસારિત થયેલ. તેમના નિસ્વાર્થ કાર્યની વિવિધ વર્ગોમાં પ્રશંસા કરવામાં આવે છે.

 

જન્મદિવસના આ શુભ અવસરે રાજેશ અંબાલિયા અને તેમના પુત્ર શિવમને શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે અને સૌએ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાર્થના કરી છે. તેમના મોબાઈલ નંબર 9925259165 છે.

 

Leave A Reply

Your email address will not be published.