બપોરે ૧૨ વાગ્યે મચ્છુ ૨ ડેમના ૪ દરવાજા ૬ ફૂટ ખોલવામાં આવશે, બે તાલુકાના ૩૨ ગામોને એલર્ટ

            મોરબીનો મચ્છુ ૨ ડેમ સંગ્રહશક્તિન ૧૦૦ ટકા ભરાઈ ગયો છે અને ઉપરવાસમાં પાણીની સતત આવકને પગલે બપોરે ૧૨ કલાકે ડેમના ૪ દરવાજા ૬ ફૂટ ખોલવામાં આવશે અને ૧૪૦૪૮ કયુસેક પાણી છોડવામાં આવશે  

            ડેમના દરવાજા ખોલવામાં આવનાર હોવાથી મોરબીના જોધપર, લીલાપર, ભડિયાદ, ટીંબડી, ધરમપુર, રવાપર, અમરેલી, વનાળીયા, ગોર ખીજડીયા, માનસર, નવા સાદુળકા, જુના સાદુળકા,. રવાપર નદી, ગુંગણ, નારણકા, બહાદુરગઢ, નવા નાગડાવાસ, જુના નાગડાવાસ, સોખડા, અમરનગર, મોરબી અને વજેપર એમ ૨૨ ગામો તેમજ માળિયા તાલુકાના વીરવિદરકા, દેરાળા, નવાગામ, મેઘપર, હરીપર, મહેન્દ્રગઢ, ફતેપર, સોનગઢ, માળિયા (મી.) અને રાસંગપર એમ ૧૦ સહીત કુલ ૩૨ ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે  

Leave A Reply

Your email address will not be published.