



આજે ગુજરાત પોલ્યુસન કંટ્રોલ બોર્ડ -ગાંધીનગર ખાતે મોરબીના સિરામીક એશોસીએસન ની કમિટી ના મેમ્બરો મોરબીના સિરામીક ઉધોગ ના પોલ્યુસન કંટ્રોલ બોર્ડ ના પડતર પ્રશ્નો માટેની મીટીંગ યોજવામાં આવી હતી. જેમા ગુજરાત પોલ્યુસન કંટ્રોલ બોર્ડ ના ચેરમેન અરવિંદ અગ્રવાલ (IAS) , મેમ્બર સેક્રેટરી કે.સી. મિસ્ત્રી , મોરબી યુનિટ હેડ જયેશ કલ્યાણી તેમજ રીજીયોનલ ઓફીસર સુતરેજા સાહેબ સાથે ચર્ચા કરવામાં આવી હતી તથા નવા ઉધોગોની CCA /CTE અને જૂની પેન્ડીગ બેંક ગેરંટી વિષે ચર્ચા અને તેમને આ વિષે તરત જ જુની પેન્ડીગ ફાયલો નો નિકાલ કરેલ અને ટુંક જ સમયમાં બેંક ગેરંટી રીલીઝ કરવા અધિકારીઓને ભલામણ કરવામાં આવી .

