ખનીજચોરી સામે તંત્રની લાલ આંખ, પાંચ વાહનો ઝડપ્યા

મોરબી ખાણખનીજ ટીમ દ્વારા આજે તાલુકા પોલીસના હદ વિસ્તારમાં હાઇવે પર પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું જે દરમિયાન કચ્છના શિકારપુર તરફથી આવતા ત્રણ વાહનો જે રેતી ભરેલા હોય જેની રોયલ્ટી ના ચૂકવીને ખનીજ ચોરી કરવામાં આવતી હોવાનું ધ્યાન પર આવતા ત્રણ વાહનો ડીટેઈન કરવામાં આવ્યા હતા તે ઉપરાંત થાન તરફથી ચાઈના કલે ભરીને આવતા બે વાહનો ઓવર લોડ ભરેલા હોવાથી તેને પણ ડીટેઈન કરીને મોરબી ખાણ ખનીજ ટીમ દ્વારા તમામ પાંચ વાહનો ડીટેઈન કરીને તાલુકા પોલીસમાં સોપવામાં આવ્યા છે અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

Comments
Loading...
WhatsApp chat