બીલ વગર માલ ન જાય તે માટે મોરબી સિરામિક એસોસિએશનએ વીજીયલન્સ સિક્યુરિટીની ટિમ બનાવી ચેકિંગ શરૂ કર્યું

જે ઉધોગપતિને રજીસ્ટ્રેશન બાકી હોય તે બે દિવસમાં કરાવી લેવું : મોરબી સિરામિક એસોસિએશન

મોરબી સિરામિક એસોસિએશન દ્વારા સેમ્પલ બોક્સ પણ બિલ વગર નો જાય તે માટે આજથી જ  સ્પેશિયલ વીજીયલન્સ સિક્યુરિટીની ટિમ દ્વારા ચેકીંગ ચાલુ શરુ કરવામાં આવ્યું છે. તેમજ મોરબી સિરામિક એસોસિએશન પ્રમુખ નીલેશ જેતપરિયા,કે.જી.કુંડારિયા અને પ્રફુલ દેત્રોજાએ ઉધોગપતિઓને અપીલ કરી છે કે જે મેમ્બરોને બિલ એન્ટ્રી માટે  રજિસ્ટેસન કરવાનું બાકી હોય તે http://www.morbicera.com/register.php આ લિંક પર જઈ પોતાનું રજીસ્ટેશન કરાવી લેવું બે દિવસમાં બધાને આઈડી પાસવર્ડ આપી દેવામાં આવશે અને સોમવાર થી એન્ટ્રી કરવાનું ચાલુ થઈ જશે તથા જે કંપની આ સોફ્ટ્વેરમાં એન્ટ્રી કર્યા વીના ગાડી મોકલશે તો તે માન્ય ગણાશે નહીં.

 

Comments
Loading...
WhatsApp chat