



રવાપર સી.આર.સી.ની લીલાપર પ્રાથમિક શાળાના આ. શિ. ગીતાબેન ભગવાનજીભાઈ દેલવાડીયા તા. ૩૧ ના રોજ વય મર્યાદાને કારણે નિવૃત થતાં શાળામાં વિદાય સન્માન કાર્યક્રમ તા.૨૦ ના રોજ લીલાપર શાળા ખાતે યોજવામાં આવ્યો.જેમાં મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી શર્મિલાબેન હુંમલ, સી. આર. સી. કો. ઓ. સંદીપભાઈ આદ્રોજા, રવાપર તાલુકા શાળાના આચાર્ય હિરેનભાઈ ધોરિયાણી, તથા આ. શિ. ફિરોજભાઈ બગથરીયા તેમજ લીલાપર શાળાના આચાર્ય નીલેશભાઈ પારેજીયાએ ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી.ગીતાબેન ભગવાનજીભાઈ દેલવાડીયાએ લીલાપર પ્રા.શાળાને 52 ઇંચ LED TV, DVD PLAYER, SONY DIGITAL CAMERA, CANON PRINTER, BRATHORS SCANNER AND PRINTER , તેમજ શાળાના તમામ વિદ્યાર્થીઓને ભોજન કરાવી શૈક્ષણિક કીટ ભેટ સ્વરૂપે આપેલ આ ઉપરાંત જેઓ શાળામાં આજ રોજ લીલાપર પ્રા. શાળામાં હાજર થયા હતા. જેમાં તેઓની સર્વિસ દરમ્યાન ૨૦૧૧ થી ૨૦૧૭ સુધી ધો. ૩ થી ૮ ના વિધાર્થીઓ પરિક્ષામા પ્રથમ, દ્રિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરેલ જેના શિલ્ડના દાતા તેઓ રહેલ હતા.લીલાપર પ્રાથમિક શાળા પરિવાર ગીતાબેન ભગવાનજીભાઈ દેલવાડીયાને હૃદય પૂર્વક શુભેચ્છાઓ પાઠવી તેમજ કાર્યકમને સફળ બનાવવા શાળા પરિવારે જેહમત ઉઠાવેલ.

